અફરમેશન શું છે? | અફરમેશન માં ફાયદા અને તે કેવી રીતે કામ કરે છે | What is Affirmation in Gujarati

Affirmation in Gujarati


દોસ્તો તમારાં મન માં વાંચતા ની સાથે જ તરત જ કોઈ શબ્દ યાદ આવ્યો હશે કારણ કે બાળપણ માં જાણતા અજાણતા અફરમેશન નો ઉપયોગ કર્યો છે મતલબ કે કોઈ વાત ને વારંવાર બોલવાથી એ આપણા મગજ માં માં સ્ટોર થઈ જાય છે અને એજ કારણ છે કે કોઈ મેહનત વગર જ ગીતો આપણે ને મોઢે યાદ રહી જાય છે.

દોસ્તો શબ્દો માં વધુ ને વધુ તાકાત રહેલી છે,શબ્દ એક વિશેષ ઉર્જા નું જ સ્વરૂપ છે,અને તમે જાણતા હશો કે ઉર્જાથી બધું જ બદલી શકાય છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે તમે સામે વાળા ને તો પ્રભાવિત કરો જ છો સાથે સાથે તમારી આંતરિક સ્થિતિ ને પણ ઉંડા માં ઉંડા સ્તર સુધી બદલી શકો છો.

અફરમેશન કેવી રીતે કામ કરે છે? | How Affirmation Works?

અફરમેશન એક શક્તિશાળી વાકયરચના હોય છે જેનો ઉદ્દેશ્ય તમારા ચેતન અને અચેતન મન ને નિર્દેશ આપવાનો હોય છે,મન માં પેહલાથી દ્રઢ થયેલી નકારાત્મક વિચારોની પેટર્ન ને તે ચૂનોતી આપે છે,વારંવાર દ્રઢ વિશ્વાસ ની સાથે દોહરાવાથી આપણે આપણા વિચારો ભાવનાવો અને માન્યતાઓને પણ બદલી શકીયે છીયે.


અફરમેશન ના ઉપયોગથી ઘણા લોકો ના જીવન માં બદલાવ આવ્યા છે,તે ખરેખર કામ કરે છે અને તે વાત પર તમે વિશ્વાસ કરી શકો છો.કેટલાક લોકો જ્યાં સુધી જાતે પરખ ના કરી લે ત્યાં સુધી માનતા નથી હોતા એમણે પણ એકવાર અજમાવીને ને ખાતરી કરી લેવી જોઈએ કારણ કે તે આપણા મન ને પ્રોગ્રામ કરવાની તાકાત ધરાવે છે. સામાન્ય રીતે લોકો અફરમેશન નો ઉપયોગ ખુદ ના આત્મવિશ્વાસ ને વધારવા માટે,સારા સ્વાસ્થ્ય માટે,પોતાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે,સફળતા મેળવવા માટે કે પછી કોઈ સંબંધ ને સુધારવા માટે કરતા હોય છે.

અફરમેશન નો ઉપયોગ કરવાથી થતા લાભ | Benefits of Affirmations in Gujarati 

1) તમને તમારા લક્ષ્યો પર કામ કરવા પ્રેરીત કરે છે.


2) લક્ષ્ય પર સતત ફોકસ કરવાને કારણે તેને હાસિલ કરવામા મદદ મળે છે.


3) તમારી અંદર પેહલાથી રહેલ નકારાત્મક વિચારસરણી ને હકારાત્મકમાં બદલાવે છે


4) નવી માન્યતાઓ સ્થાપિત કરવા માટે તમારા મનને પ્રભાવિત કરે છે.


5) તમારા આત્મવિશ્વાસ માં વધારો કરે છે.

Leave a Comment