“મારા જીવન નો ઉદેશ્ય શુ છે?” | Purpose of my life In Gujarati

“મારા જીવન નો ઉદેશ્ય શુ છે?” What is the purpose of my life? આ એક એવો પ્રશ્ન છે કે જે આપણે બધાયે પોતાની જાત ને પૂછવો જોઈએ,કેમકે જો આપણે ને આપણા જીવનના ઉદેશ્ય વિશે ખબર પડી જાય તો આપણા સફળ થવાની સંભાવના વધે છે.

ચાલો સફળ થવા માટે સોંથી પેહલા આ વિષય પર વાત કરીએ અને જાણવાની કોશિશ કરીયે કે આપણા જીવન નો ઉદેશ્ય શુ છે?


હું જે ઈચ્છા કરું એ મને આ દુનીયા પાસે થી મળી જાય એ મારા જીવનનો ઉદેશ્ય છે? કે દુનિયા મારી પાસેથી જે ઈચ્છે તે આપવું એ મારા જીવન નો ઉદેશ્ય છે?


પેહલા તો એ જાણી લેવું જરૂરી છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પોતાના દમ પર એકલો સફળતા પ્રાપ્ત ના કરી શકે


જેને પણ સફળતા મળી છે તેની પાછળ ઘણા બધા લોકો નો હાથ હોય છે પછી એ મિત્ર હોય, પરિવાર હોય, સંબંધી હોય, કે પછી કોઈ અજાણી વ્યકતિ હોય.


પ્રકૃતિ નો નિયમ છે કે જે વ્યકતિ એ જેટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે એની પાછળ એટલા જ વધુ લોકો એ તેની મદદ કરેલી હશે,અને જેને જેટલી ઓછી સફળતા મળી હશે એની પાછળ એટલા જ ઓછા લોકોએ મદદ કરી હશે,ઘણા બધા લોકો સફળ થવા માં આપણી મદદ કરે છે પછી એ સીધી રીતે હોય કે પછી આડકતરી રીતે.


Image Credit : https://www.penneyhames.com

દુનિયા એ જ નિયમ પર કામ કરે છે કે આપણે જેટલી વધુ સફળતા જોઇતી હોય એટલા જ વધુ લોકોની મદદ ની આપણે જરૂર પડવાની,હવે અહીંયા એક સવાલ ઉભો થાય કે લોકો આપણી મદદ શા માટે કરશે?

  • લોકો આપણે ને સફળ થવામાં શા માટે મદદ કરે?
  • લોકો પાસે આપણી મદદ કરવાનુ કોઈ કારણ તો હોવું જોઈએ ને?
  • લોકો આપણી મદદ કરે તો તેને કઈક ફાયદો તો થવો જોઈયને બાકી કારણ વગર કોઈ કઈ શા માટે કરે?

સીધો જવાબ છૅ કે જો આપણે એમ ઈચ્છતા હોય કે લોકો આપણી મદદ કરે તો બદલા માં લોકો ને આપણે કઈક આપવું પડે, તમે લોકો ને શુ આપી શકો? કે જેના બદલે લોકો તમારી મદદ કરે


એનો સચોટ જવાબ છે વેલ્યું (value) 

જો આપણે લોકો ના જીવન માં કોઇ વેલ્યું ઉમેરી શકી તો એ આપણી મદદ કરવાના જ,આપણે લોકો ના જીવન માં જેટલી વધુ વેલ્યું ઉમેરીશું એટલા જ વધુ લોકો આપણી મદદ કરવાના,આ વાત ને સરળતાથી સમજીએ તો આપણે જેટલી મોટી સફળતા જોઇતી હોય એટલા જ વધુ લોકો ના મદદ ની આપણે જરૂર પડશે,


લોકો આપણી મદદ કરે એના માટે આપણે લોકો ના જીવન માં કઈક એવી વેલ્યું ઉમેરવી પડશે કે જેના થી એમનું જીવન પેહલાથી વધુ સારું અને સરળ બને.તો હવે આપણા જીવન નો ઉદેશ્ય લોકો ના જીવન ના કઈક વેલ્યું ઉમેરવાનો હોવો જોઇયે


જેટલા લોકો ના જીવન માં આપણે વેલ્યું ઉમેરી શકી એટલા જ લોકો આપણી મદદ કરવા તૈયાર થઈ જવાના, જેટલા વધુ લોકો આપણી મદદ કરશે એટલી વધુ સફળતા પ્રાપ્ત થસે.


એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીયે,તમે બિલ ગેટ્સ નું નામ તો સાંભળ્યુ જ હશે

એમને દુનિયા ના આટલા બધા લોકો ની મદદ મળી અને તેના કારણે જ દુનિયા ના સૌથી અમીર વ્યક્તિ બની શક્યા.


સવાલ એ છે કે લોકો એ એમની શુ મદદ કરી? જવાબ છે લોકો એ તેમને પૈસા આપ્યા,કેટલાક લોકોએ એક વાર આપ્યા અને મોટા ભાગના એ દર વર્ષે આપ્યાં.


Business magnate and Microsoft co-founder Bill Gates poses in November 1985 in Bellevue, Washington.Deborah Feingold | Getty Images

લોકો એ બિલ ગેટ્સ ને પૈસા શા માટે આપ્યા? કારણ કે તેમણે લોકો ના જીવન માં  ‘microsoft windows”  ના રૂપ માં વેલ્યું આપી જેનાથી લોકો નું જીવન સારું અને સરળ બન્યુ, આખી દુનીયા ને એમણે વેલ્યું આપી તો બદલા માં લોકો ને પૈસા આપ્યાં પરિણામ એ આવ્યું કે તેવો દુનિયા ના સૌથી આમિર વ્યકતિ બની ગયા.


એ વાત સાચી કે બિલ ગેટ્સના જીવન  નો ઉદેશ્ય દુનિયા ના સૌથી અમીર વ્યકતિ બનવાનો હતો નય પણ વધુ ને વધુ લોકોના જીવન ને સરળ બનાવવાનો હતો.તેવો તો ફક્ત પોતાના જીવન ના ઉદેશ્ય ને પૂરો કરી રહ્યાં હતા અને બદલા માં લોકો એમની મદદ કરી રહ્યાં હતાં


Leave a Comment