સંતોષ જીવન માં અસંતોષ ઓછો આપે છે! | Happynetic

  

સોશ્યલ મિડીયા ના આજ નાં ઇન્સ્ટન્ટ જમાના માં કોઈ પણ વાત વ્યક્તિ કે ઘટના ને વાયરલ થતાં બોવ જાજી વાર નથી લાગતી હોતી રૂટિન દુનિયા થી અલગ કોઈ ખૂણા માં રહેલી કોઈ વ્યક્તિ અચાનક લાઈમ લાઈટ માં આવી જાય છે પછી એ ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ નાં માધ્યમ થી હોઈ કે પછી આપણાં બધા ના પ્રિય એવા યું ટ્યુબ ના માધ્યમ થી શક્ય બનતું હોઈ છે.


રાનું મંડલ થી લઈ ને બાબા કા ધાબા જેવી કેટકેટલી સ્ટોરી થી આપને વાકેફ થયા છીએ અમુક એવા લોકો પણ છે કે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે. આ બધા માં સંતો ની ભુમી કાઠીયાવાડ ના આપણાં જાણીતા અને માનીતા શ્રી બચું બાપા અને તેમની સેવા થી આપને બધા પરિચિત જ છીએ નિસ્વાર્થ ભાવે અને ટોકન ભાવ માં ભોજન કરાવનાર અને પેટની અગ્નિ ઠારનાર આવા તમામ લોકો વંદનીય છે કે જેવો સાચા અર્થમાં સાબિત કરે છે કે અન્નદાન એજ મહાદાન.

કોઈ રેકડી માં કે નાનકડી જગ્યા મા અને ખાસ તો સાયકલ માં કોઈ વસ્તુ વેચતા લોકો ને જોવાની આપણી માનસિકતા જ હલકી હોઈ છે કે આ માં કોઈ ક્વોલિટી નઈ હોઈ. પછી ભલે ને બહાર થી રૂપાળી લાગતી જગ્યા મા આપને અનેક વાર છેતરાય ગયા હોઈ ઊંચી કિંમત આપીને આપને આપનું સ્ટેટ્સ ઊંચું રાખતા હોઈ છી કે અમે તો જેવી તેવી જગ્યા મા પગ પણ ના મૂકી.

મારી પ્રિય લાયબ્રેરી એટલે લેંગ લાયબ્રેરી કે જ્યાં હું અવાર નવાર જાવ છું બપોર ના 12.30 સે વાંચન નો સમય પૂરો થઈ  જતાં હું બારે નીકળ્યો કે તરત જ મારું ધ્યાન એક સાયકલ વાળા વ્યક્તિ પર પડ્યું. સાયકલ ની બને બાજુ બે મોટી એલ્યુમિનયમ ની બરણી ઓ હતી સાથે સાયકલ ના પાછળ નાં બેસવાના ભાગ પર સ્ટીલ નો  ડબ્બો હતો. જોયું તો આજુ બાજુ ના ઘણા લોકો તેમની પાસે થી કંઇક ખરીદી રહ્યા હતા. મને જીજ્ઞાશા જાગી કે શું હસે? તો હું ત્યાં નજીક ગયો.
મને જોઈને તેમને કીધું કે બોલો ને ભાઇ મે કીધુ શું વેહચો છો? જવાબ આવ્યો કે ઈડલી છે. જો કે તે મને ભાવતી વસ્તુ છે તો મે કીધું આપી દો મને પણ એક સરસ મજા નાં સફેદ ડીસ્પોજેબલ વાટકા માં અને ચમચી સાથે મને આપી. ઈડલી પણ જાજી હતી અને સાંભાર પણ ટેસ્ટ કરતા પેહલા વિચાર આવ્યો કે ક્યાંક અમદાવાદ જેવું ના થાય. બન્યું એવું કે pgvcl ની પરિક્ષા આપવા જવાનુ થયું. સવાર નો સમય હતો તો વિચાર્યુ કે નાસ્તો કરી લવ. આજુ બાજુ નજર દોડાવતા મારા ધ્યાન માં એક રેકડી આવી કે જ્યાં ઈડલી સાંભાર મળતા હતાં.

મે ત્યાં જાય ને ઓર્ડર આપ્યો. વસ્તુ આવી પણ ગઈ. હજી તો પેલી બાઈટ મોઢા માં મૂકતા જ હે માં માતાજી.
આટલું બકવાશ કે હવે તો ખાવ તો પણ ઉલટી થાય એવો સ્વાદ , પૈસા પડી ગયા જોંકે મારા નસીબ સારા કે આપણાં રાજકોટ માં એવું નાં થયું. પેલાં ઈડલી સંભાર નો ટેસ્ટ એક દમ મસ્ત હતો.

મે કહ્યુ કે કેટલાં આપવાનાં તો કહ્યું કે 10 ,મને શોક લાગ્યો કે ફક્ત 10 જ રૂપિયા ,મે કહ્યુ કે ક્વોલિટી જોતાં 20 તો ઓછા માં ઓછા હોવા જોઈએ કેમકે આજ વસ્તુ બીજે બધે 30 રૂપિયા માં મેળે છે. મને કય વાત તો બરાબર છે પણ હું છેલ્લા 4 વર્ષ થી 10 માં જ વેહચું છું. મે પૂછ્યું કે તમને પોસાય છે આટલા માં? જવાબ આપ્યો કે હા માલ સમાન નો ખર્ચો કાઢતા 300 રૂપિયા આરામ થી મળી જાય છે એ પણ બે કલાક મા ખુદ નો ધંધો અને કોઈ ની ગુલામી પણ નઈ બાકી આટલાં પૈસા માં 8 કલાક કામ કરી ત્યારે બીજે મળે, મે પૂછ્યું કે 300 માં ઘર ચાલે? તો જવાબ આપ્યો કે અમે 4 મેમ્બર છીએ બને છોકરા પણ કામ કરે છે માટે આટલાં મળી જાય છે એમાં સંતોષ છે. સાથે એમ પણ કહ્યું કે અહીંયા આપણી જેવા જ લોકો હોઈ અને મોટે ભાગે તો વિદ્યાર્થીઓ વધુ હોઈ છે. એમની પાસે થી વધુ શું લેવા , મને મારા જેટલું મળી જાય છે એમાં હું ખુશ છું.

સંતોષ જીવન માં અસંતોષ ઓછો આપે છે

Leave a Comment